Railway News : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ રેલવેના અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત સરખેજ-ધોલેરા ડબ્લિંગ સાથે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટ વચ્ચેના SPUR લાઇન (134 કિ.મી.)ના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી.

ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું કાર્ય પણ કરશે આ પ્રોજેકટ

આ પ્રસંગે વેદ પ્રકાશ, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ, નિર્માણ વિભાગ અને મંડળના અધિકારીઓ હાજર હતા. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઇ સ્પીડ રેલનું પ્રોટોટાઇપ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન વચ્ચે ઉત્તમ અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું કાર્ય પણ કરશે.

સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ

01-સરખેજ–ધોલેરા બ્રોડ ગેજ સેક્શન પર 1676 મીમી બ્રોડ ગેજ પર વિકસાવવામાં આવનાર વિશ્વની પહેલી સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ સિસ્ટમ હશે, જેની મહત્તમ સંભવિત ગતિ 220 કિમી/કલાક રહેશે.

02-મિશ્રિત યાતાયાત (Mixed Traffic) સિસ્ટમ – આ પહેલી SHSR સિસ્ટમ હશે જેમાં માલગાડી 100 કિમી/કલાક અને યાત્રી ટ્રેન 220 કિમી/કલાકની ગતિ સાથે એક જ ટ્રેક પર સંચાલિત થશે.

પરિયોજનાની ઉપયોગિતા

ધોલેરાને સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સોલર એનર્જી ઘટકોના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે આ પરિયોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત દેશના સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા ધરાવતા અગ્રણી રાજ્યોમાંનું એક છે. સૌર ઊર્જા ક્ષમતા વધારવાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓને કારણે સોલર ઘટકોની માંગ સતત વધી રહી છે। આ પરિયોજના દ્વારા ઉદ્યોગોને આંતરિક બજાર સુધી ઝડપી અને સુગમ કનેક્ટિવિટી મળશે. અમદાવાદ જેવા મોટા શહેરથી ધોલેરા જેવા વિકસતા સેટેલાઇટ શહેર સુધી કુશળ માનવ સંસાધનોનું અવરજવર સરળ બનશે. જેનાથી ઉદ્યોગોને પ્રશિક્ષિત અને યોગ્ય કાર્યબળની ઝડપથી ઉપલબ્ધ થશે. આ પરિયોજના પ્રસ્તાવિત લોજિસ્ટિક્સ ઝોન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી દ્વારા ઉદ્યોગોને સપ્લાયર્સ અને બજારો સાથે નિર્બાધ રૂપથી જોડશે.

ઉદ્યોગોને સપ્લાયર્સ અને બજારો સાથે નિર્બાધ રૂપથી જોડશે

ફોર-લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે, સેમી હાઈ સ્પીડ રેલ અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથેના જોડાણથી દેશના આંતરિક બજાર અને નિકાસ દ્વાર જેવા જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી ઝડપી પહોંચ સુનિશ્ચિત થશે. સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજના ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી, કુશળ માનવ સંસાધન અને આધુનિક લોજિસ્ટિક્સ દ્વારા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને સેમિકન્ડક્ટર અને સોલર મેન્યુફેક્ચરિંગનું સશક્ત ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં સહાયક સાબિત થશે.

આ પણ વાંચો : Sarangpur News : હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *