Ranchi : એરપોર્ટથી ઉડાન ભરતા જ એર એમ્બ્યુલન્સ થઈ ક્રેશ, 7 લોકો હતા સવાર

📅 Published: February 23, 2026 | 📂 Category: national

રાંચીમાં મોટી દુર્ઘટના બની છે. રાંચી એરપોર્ટથી એર એમ્બ્લુયન્સે ઉડાન ભરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું છે. ચતરા જિલ્લાના સિમરિયાની પાસે કરમાટાંડ ગામની પાસે સ્થિત જંગલમાં એર એમ્બ્લુયન્સ ક્રેશ થઈ છે. વિમાને રાંચી એરપોર્ટથી દિલ્હી જવા માટે ટેકઓફ કર્યું હતું પણ રસ્તામાં જ તેનો સંપર્ક રડાર પાસેથી તુટી ગયો.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ

દુર્ઘટનાની જાણકારી મળતા જ ચતરા જિલ્લા તંત્ર અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને DGCA આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની તૈયારી કરી રહી છે. ચતરાના એસપીએ જણાવ્યું કે ગ્રામજનો પાસેથી જાણકારી મળી અને પોલીસની ટીમ સ્થળે પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે. તેમને કહ્યું કે ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ સ્થિતિની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી શકશે. ઘટનાસ્થળ જંગલ વિસ્તારમાં છે, જ્યાં પહોંચવું પડકારજનક છે. આ એર એમ્બ્યુલન્સમાં 7 લોકો સવાર હતા. જેમાં 1 દર્દી, 1 ડોક્ટર, 1 પેરામેડિકલ, 2 એટેન્ડેન્ટ, 1 મુખ્ય પાયલટ અને 1ને કો-પાયલટ સામેલ હતો.

શું કહ્યું DGCAએ?

DGCAએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે 23 ફેબ્રુઆરીએ રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના બીચક્રાફ્ટ C90 વિમાન જે રાંચી દિલ્હી સેક્ટર પર મેડિકલ એમ્બ્યુલન્સ ઉડાન ભરી રહ્યું હતું, ઝારખંડના ચતરા જિલ્લાની કસારિયા પંચાયતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, વિમાનમાં ચાલક દળના 2 સભ્યો સહિત કૂલ 7 લોકો સવાર હતા. વિમાને રાંચીથી 7.11 વાગ્યે ઉડાન ભરી હતી અને કોલકત્તા ATSની સાથે સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7.34 વાગ્યે વિમાનનો સંપર્ક રડાર સાથે તુટી ગયો.  

આ પણ વાંચો : Delhi : રાષ્ટ્રપતિ ભવનમાં લુટિયન્સની જગ્યા પર હવે લાગી રાજાજીની મૂર્તિ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *