રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે IPL 2025નું ટાઈટલ જીતીને 18 વર્ષના ટાઈટલના દુષ્કાળનો અંત લાવ્યો. આગામી સિઝનમાં પણ RCBને ટાઈટલ જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ આર અશ્વિને IPL 2026 પહેલા RCB વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.
આર અશ્વિન માને છે કે RCBની વર્તમાન ટીમ એટલી સારી છે કે તેઓ આગામી 2 વર્ષમાં વધુ 2 ટાઈટલ જીતી શકે છે. RCB એ IPL 2025ની ફાઈનલમાં પંજાબને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
આર અશ્વિને RCB વિશે મોટી ભવિષ્યવાણી કરી
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા આર અશ્વિને RCBની ટીમની પ્રશંસા કરી. તેને કહ્યું કે RCB આ ટીમ સાથે આગામી બે વર્ષમાં તેમની ટીમમાં વધુ એક ટાઈટલ ઉમેરી શકે છે. IPL જીતવી સરળ નથી, પરંતુ તેમની પાસે જે બિલ્ડીંગ બ્લોક્સ અને એક-એક રિપ્લેસમેન્ટ છે તે પ્રભાવશાળી છે. તેને તેમની ટીમ કોમ્બિનેશનમાં રહેલી ખામીઓને ખૂબ સારી રીતે દૂર કરી છે, અને તેમની પાસે ટોપ 2માં સ્થાન મેળવવા માટે એક મજબૂત ટીમ છે.
હેઝલવુડની ઈજા પર આર અશ્વિને શું કહ્યું?
IPL 2026 શરૂ થાય તે પહેલાં જ RCB મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે કારણ કે જોશ હેઝલવુડ હજુ સુધી ટીમમાં જોડાયો નથી. તે સીઝનની શરૂઆતની મેચો રમી શકશે નહીં. જોશ હેઝલવુડની ઈજા અંગે અશ્વિને તેને RCB માટે આશીર્વાદ ગણાવ્યો. આર અશ્વિને કહ્યું કે હેઝલવુડની ઈજા પ્રામાણિકપણે RCB માટે એક તક છે. જો RCB પાસે જોશ હેઝલવુડ નથી અને ફિલ સોલ્ટના ફોર્મ વિશે ચિંતિત છે, તો તેઓ સોલ્ટ અને બેથેલ બંનેને ટીમમાં સામેલ કરી શકે છે. અને જ્યારે હેઝલવુડ પરત ફરશે, ત્યારે તમારી પાસે વધુ સારી ટીમ હશે.
SRH સામે પહેલી મેચ રમશે RCB
IPL 2024 પછી RCBએ ફક્ત વિરાટ કોહલી, યશ દયાલ અને રજત પાટીદારને રિટેન કરી રાખ્યા હતા. તે સીઝન પહેલા તેમને મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલ જેવા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કર્યા અને ઓક્શનમાં એક નવી ટીમ બનાવી. ફ્રેન્ચાઈઝીએ ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓને સામેલ કર્યા, જેમને ગયા સીઝનમાં RCBને તેની પ્રથમ ટ્રોફી જીતવામાં મદદ કરી હતી. આ સીઝનમાં RCB 28 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
