દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ થઈ. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ 17.5 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે સાઉથ આફ્રિકાની ટીમ હાર્યા વિના સેમીફાઈનલમાં પહોંચી ગઈ. સિકંદર રઝાનું શાનદાર પ્રદર્શન વ્યર્થ ગયું.
સિકંદર રઝાએ આફ્રિકન બોલર્સ સામે એકલા હાથે લડ્યો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી ન હતી. ટીમે માત્ર 28 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. બ્રાયન બેનેટ ફક્ત 15 રન જ બનાવ્યા. કેપ્ટન સિકંદર રઝા એકલા હાથે લડતો જોવા મળ્યો. તેને 43 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
ક્લાઈવ મદાન્ડેએ પણ અંતમાં 26 રન બનાવ્યા, જેના કારણે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 153 રન સુધી પહોંચવામાં મદદ કરી. સાઉથ આફ્રિકા તરફથી ક્વેના મ્ફાકા અને કોર્બિન બોશે 2-2 વિકેટ લીધી. જ્યોર્જ લિન્ડે, લુંગી એનગીડી અને એનરિચ નોર્કિયાએ 1-1 વિકેટ લીધી.
કેપ્ટને બોલિંગમાં પણ કર્યું સારું પ્રદર્શન
154 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાને કેપ્ટન સિકંદર રઝાએ પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો. ક્વિન્ટન ડી કોક પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. જ્યારે રઝા પોતાની આગામી ઓવર નાખવા આવ્યો ત્યારે તેને વિરોધી ટીમના કેપ્ટન એડન માર્કરામને પણ આઉટ કર્યો. રઝાએ પહેલા 3 ઓવરમાં સાઉથ આફ્રિકાને 2 ઝટકા આપી દીધા હતા.
રિયાન રિકલ્ટને 31 રન બનાવ્યા, પરંતુ ડેવાલ્ડ બ્રેવિસે મેચનું પાસું ફેરવી નાખ્યું. બ્રેવિસે માત્ર 18 બોલમાં 42 રન ફટકાર્યા. તેની ઈનિંગે સાઉથ આફ્રિકાની જીત લગભગ નક્કી કરી દીધી હતી. 101 રન પર 5 વિકેટ પડી ગઈ હતી ત્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ અને જ્યોર્જ લિન્ડેએ અણનમ 53 રનની પાર્ટનરશીપ કરીને સાઉથ આફ્રિકાનો વિજય સુનિશ્ચિત કર્યો.
ટ્રિસ્ટન સ્ટબ્સ 21 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે લિન્ડે 30 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા જેને બેટથી 73 રન બનાવ્યા હતા, તેને પણ બોલથી પણ ધૂમ મચાવી, તેને 4 ઓવરમાં માત્ર 29 રન આપીને 3 વિકેટ લીધી.
આ પણ વાંચો: IND Vs WI મેચ વરસાદને કારણે રદ્દ થાય, તો સેમીફાઈનલમાં કોને ટિકિટ મળશે?
