SRHને ફેન્સે બોયકોટ કરવાની આપી ધમકી, પાકિસ્તાની ખેલાડી ખરીદવા બદલ ટ્રોલ થઈ કાવ્યા મારન

📅 Published: March 12, 2026 | 📂 Category: sports

ધ હંડ્રેડ ઓક્શન 2026માં બધા ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે સનરાઈઝર્સ લીડ્સ ટીમે પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદને સાઈન કર્યો. કાવ્યા મારનની ટીમે તેના માટે 2.34 કરોડ રૂપિયા ચૂકવ્યા. આ નિર્ણયથી ભારતીય ફેન્સ ગુસ્સે ભરાયા છે.

ભારતીય ફેન્સે સનરાઈઝર્સ લીડ્સના માલિક કાવ્યા મારનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તેઓ સનરાઈઝર્સ હૈદરાબાદને બોયકોટ કરવાની ધમકી પણ આપી રહ્યા છે.

કાવ્યા મારનને ફેન્સ કરી રહ્યા છે ટ્રોલ

કાવ્યા મારનની ટીમ દ્વારા પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદને ખરીદવાથી ફેન્સમાં રોષ ફેલાયો છે. છેલ્લા એક વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખરાબ થયા છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય ફેન્સ હવે પાકિસ્તાનીઓ સાથે કોઈ સંપર્ક કરવા માગતા નથી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર કાવ્યા મારનને નિશાન બનાવવામાં આવી રહી છે.

ફેન્સ તેના આ પગલાને દેશભક્તિ વિરુદ્ધ ગણાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ્યારે KKR એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને સાઈન કર્યો ત્યારે શાહરૂખ ખાન પણ આવી જ સ્થિતિમાં હતો. આખરે દબાણને કારણે KKRએ મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યો.કાવ્યા મારનના આગામી પગલાની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *