Suratના ડીંડોલીમાં મિત્રતા લોહિયાળ બની: નાસ્તો કરવા ગયેલા મિત્રએ જ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા

📅 Published: March 22, 2026 | 📂 Category: gujarat-news

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન આવાસ પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, બે મિત્રો બાઈક પર સાથે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

યુવકનું ટૂંકી સારવાર બાદ નિપજ્યું મોત

ભેસ્તાન આવાસ નજીક જાહેરમાં થયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, નસીબ જોગ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પરિવારે આરોપી મિત્ર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડીંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ડીંડોલી પોલીસે ફરાર થઈ ગયેલા હત્યારા મિત્રની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નજીવી બાબતમાં થયેલી આ હત્યાએ સામાજિક સ્તરે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળ જૂની કોઈ અદાવત જવાબદાર હતી કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *