Surat : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, મધ્યપ્રદેશના 9 આરોપી ઝડપાયા, 19 કરોડથી વધુનું ઓનલાઇન કૌભાંડ ખુલ્યું

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

સુરત રેલવેના નિવૃત કર્મચારી સાથે 8.12 લાખની છેતરપિંડી કરનાર MP-UPની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસે મધ્યપ્રદેશના રિવા ખાતેથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત સાયબર સેલ પોલીસે મધ્યપ્રદેશના રિવા ખાતેથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે . તેમની પાસેથી 27 મોબાઇલ, 03 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ, 13 સિમ કાર્ડ અને 23 પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગેંગ વિરુદ્ધ દેશભરમાં કુલ 110 ગુન્હા નોંધાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ વિરુદ્ધ દેશભરમાં કુલ 110 ગુન્હા નોંધાયા છે જેમાં આરોપીઓના ખાતામાં અત્યાર સુધીમાં રૂપિયા 19.24 કરોડ જમા થયા હોવાની વિગતો સામે આવી છે

ભાડાના ફ્લેટમાં છેતરપિંડીની ઓનલાઇન આખું નેટવર્ક ચલાવતા

આરોપીઓ મધ્યપ્રદેશના દેવામાં ભાડાના ફ્લેટમાં છેતરપિંડીની ઓનલાઇન આખું નેટવર્ક ચલાવતા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો—–    Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *