Surat : એથર કંપનીમાં આગનો મુદ્દો, કેમિકલ વેરહાઉસમાં થયો હતો બ્લાસ્ટ, 4 કલાકની જહેમત બાદ આગ કાબુમાં

📅 Published: March 11, 2026 | 📂 Category: gujarat-news

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કેમિકલ વેરહાઉસમાં લાગેલી આગ દરમિયાન અનેક બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

લાઇવ વિડિયોમાં 20થી વધુ બ્લાસ્ટ

માહિતી મુજબ આગ લાગ્યા બાદ કંપનીના કેમિકલના કારણે એક પછી એક બ્લાસ્ટ થતા ભારે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાના લાઇવ વિડિયોમાં 20થી વધુ બ્લાસ્ટ થતા દેખાઈ રહ્યા છે, જેના કારણે આગ વધુ ભડકી હતી.

ત્રણ લાકડાના ગોડાઉનમાં પણ આગ પ્રસરી

આ બ્લાસ્ટના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને નજીકમાં આવેલા ત્રણ લાકડાના ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગના કારણે વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

ચાર કલાકની જહેમત પછી આગ પર કાબૂ

ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે મહેનત બાદ લગભગ ચાર કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો—-  Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *