Surat: કાંઠા સુગર મિલમાં 15.65 કરોડનું મસમોટું લોન કૌભાંડ, ખોટો સ્ટોક બતાવી NCDC બેંક સાથે છેતરપિંડી

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લાના ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા સુગર મિલમાં કરોડો રૂપિયાનું લોન કૌભાંડ સામે આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. મિલના સંચાલકોએ ખાંડના સ્ટોકના ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને NCDC બેંક પાસેથી કરોડોની લોન મેળવીને બેંક અને સરકારને મોટો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે.

કાંઠા સુગર મિલમાં લોન કૌભાંડ

મળતી માહિતી મુજબ, કાંઠા સુગર મિલના ગોડાઉનમાં વાસ્તવમાં માત્ર 4 હજાર ક્વિન્ટલ ખાંડનો જ સ્ટોક હતો. તેમ છતાં, એમડી અને અન્ય જવાબદાર વ્યક્તિઓએ કાગળ પર 59 હજાર ક્વિન્ટલ ખાંડનો સ્ટોક હોવાનું દર્શાવી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ બોગસ ડોક્યુમેન્ટના આધારે NCDC બેંકમાંથી 15.65 કરોડની લોન મેળવી લેવામાં આવી હતી. ગંભીર બાબત એ છે કે, બેંકના અધિકારીઓએ લોન મંજૂર કરતા પહેલા કોઈ પણ જાતની સ્થળ તપાસ કરવાની તસ્દી લીધી ન હતી, જે તેમની ઘોર બેદરકારી દર્શાવે છે.

કોની સામે નોંધાયો ગુનો?

આ સમગ્ર મામલે કાંઠા સુગરની હાલની સરકારી કસ્ટોડિયન કમિટીના પ્રમુખ બ્રિજેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ પ્રદીપ પડ્યાં (તત્કાલિન એમડી, કાંઠા સુગર મિલ), પ્રદીપ પટેલ (ગોડાઉન કીપર), જતીન નાયક (તત્કાલિન મેનેજર, પીપલ્સ બેંક) પોલીસે આ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Dahod: ઝાલોદના માછણ નદી કિનારેથી રામદેવ મંદિરના પૂજારીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *