Surat : કાંઠા સુગર મિલમાં 15.65 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં એમડી સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલી નો મામલો સામે આવતા સહકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તત્કાલ બોર્ડ સભ્યો અને કર્મચારીઓ દ્વારા ખોટો સ્ટોક દર્શાવી બેંકમાંથી લોન મેળવવાનો આ મામલો બહાર આવતા ખેડૂત સભાસદોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

59 હજાર ક્વિન્ટલ ખાંડનો સ્ટોક બતાવી 15.65 કરોડ રૂપિયાની લોન લીધી હતી

મળતી માહિતી મુજબ કાંઠા સુગર મિલના ગોડાઉનમાં વાસ્તવમાં માત્ર આશરે 4 હજાર ક્વિન્ટલ ખાંડનો જ સ્ટોક હાજર હતો. તેમ છતાં તત્કાલિન એમડી અને અન્ય જવાબદાર અધિકારીઓએ કાગળ પર આશરે 59 હજાર ક્વિન્ટલ ખાંડનો સ્ટોક બતાવી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ બોગસ દસ્તાવેજોના આધારે NCDC બેંકમાંથી બે હપ્તામાં કુલ 15.65 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

 બેંકના અધિકારીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નહોતી

ગંભીર બાબત એ છે કે લોન મંજૂર કરતા પહેલા બેંકના અધિકારીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નહોતી. જેના કારણે NCDC સાથે જોડાયેલા અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

પ્રમુખ બ્રિજેશ પટેલ દ્વારા ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ

આ સમગ્ર મામલે હાલની સરકારી કસ્ટોડિયન કમિટીના પ્રમુખ બ્રિજેશ પટેલ દ્વારા ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તત્કાલિન એમડી પ્રદીપ પડ્યાં, તત્કાલિન ગોડાઉન કીપર પ્રદીપ પટેલ અને પીપલ્સ બેંકના તત્કાલિન મેનેજર જતીન નાયક સામે ગુનો દાખલ કર્યો છે.

 ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ

પોલીસ દ્વારા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો—     Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *