Surat: ઝઘડા બાદ પ્રેમિકાનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ

📅 Published: March 21, 2026 | 📂 Category: gujarat-news

સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમસંબંધમાં સર્જાયેલા એક ઝઘડાએ બે પરિવારોની શાંતિ છીનવી લીધી છે. તાજેતરમાં કોઝવેમાંથી મળી આવેલી યુવતીની તરતી લાશના મામલે ચોંકાવનારા અને અત્યંત કરુણ ખુલાસા થયા છે. એક તરફ યુવતીએ જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ દીકરીના મોતના આઘાત સહન ન કરી શકતા તેની માતાની સ્થિતિ પણ નાજુક બની છે.

ઝઘડા બાદ પ્રેમીએ ફિનાઈલ ગટગટાવ્યું

મળતી વિગતો અનુસાર, અમરોલી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ આવેશમાં આવીને પ્રેમીએ પોતાની પ્રેમિકાની નજર સામે જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીને આ હાલતમાં જોઈને પ્રેમિકા અત્યંત ગભરાઈ ગઈ હતી અને માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.

ગભરાયેલી પ્રેમિકાએ કોઝવેમાં લગાવી મોતની છલાંગ

પ્રેમીએ ફિનાઈલ પીતા જ તે મરી જશે તેવા ડર અને ગભરામણ વચ્ચે યુવતીએ પણ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. ગભરાયેલી પ્રેમિકા સીધી કોઝવે પહોંચી હતી અને ત્યાંથી પાણીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બીજા દિવસે કોઝવેના પાણીમાં તેની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

પરિવાર પર આભ ફાટ્યું માતાને બ્રેઈન હેમરેજ

આ ઘટનાની જાણ યુવતીના પરિવારને થતા જ તેના પિતા અસ્વસ્થ થઈ ગયા હતા. જોકે, સૌથી વધુ ગંભીર અસર યુવતીની માતા પર થઈ હતી. જુવાનજોધ દીકરીના આપઘાતના સમાચાર સાંભળતા જ માતા આઘાત સહન ન કરી શક્યા અને તેમને સ્થળ પર જ બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. હાલમાં માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Patan: ભાવેશ જીલીયાએ પશુઓના ચરિયાણની 7010 ચોરસ મીટર જમીન પચાવી પાડી ફાર્મ હાઉસ બનાવ્યું



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *