Surat: દોઢ કરોડના પાર્સલનો બારોબાર વહીવટ કરનાર ડિલિવરી બોયઝની ટોળકી જેલના સળિયા પાછળ, 12 હજારથી વધુ પાર્સલ વેચી માર્યા

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના લાખોની કિંમતના પાર્સલ ડિલિવરી બોયઝે બારોબાર વેચી મારી વિશ્વાસઘાત કર્યો છે. લિંબાયત પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે કુલ રૂપિયા 1,46,45,919 (દોઢ કરોડ) ની કિંમતના પાર્સલ સગેવગે કર્યા હતા.

રતમાં ડિલિવરી બોયઝનું કરોડોનું કૌભાંડ

મળતી માહિતી મુજબ, આ ડિલિવરી બોયઝની ગેંગે કંપની અને ફરિયાદીની જાણ બહાર લાખોની કિંમતના માલસામાન પર હાથ સાફ કર્યો હતો. આરોપીઓએ કુલ 12,966 જેટલા પાર્સલ જે ગ્રાહકોને પહોંચાડવાના હતા, તે ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે અન્ય લોકોને અત્યંત સસ્તા ભાવે વેચી દીધા હતા. આ રીતે આરોપીઓએ કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો.

કંપનીના પાર્સલ બારોબાર સગેવગે કરી નાખ્યા

જ્યારે કંપનીને આટલી મોટી સંખ્યામાં પાર્સલ ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને આ સસ્તો માલ ખરીદનાર લોકો કોણ હતા.

આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલના તબીબોએ માત્ર બે દિવસના બાળક પર જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *