સુરતની પાંડેસરા GIDC વિસ્તારમાંથી વેપારીનું અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી ભોગ બનનારને સુરક્ષિત રીતે છોડાવી લીધો હતો.
પ્રશાંત સરવૈયાનું પાંચ અજાણ્યા ઇસમોએ ગાડીમાં અપહરણ કર્યું
માહિતી મુજબ વેપારી પ્રશાંત સરવૈયાનું પાંચ અજાણ્યા ઇસમોએ ગાડીમાં અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને તાપી LCBએ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું.
વ્યારા ટોલ નાકા નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આરોપીઓની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ વ્યારા ટોલ નાકા નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અપહરણ કરાયેલા પ્રશાંત સરવૈયાને આરોપીઓની ચુંગાલમાંથી સહીસલામત છોડાવી લીધા હતા.
પાંચ અપહરણકારોની ધરપકડ
આ કેસમાં સોયેબ અખ્તર મોમીન, વસીમ અહેમદ શેખ, અસફાક અહેમદ અન્સારી, મહમદ ઇબ્રાહીમ અન્સારી અને અબ્દુલ મોક્તલીફ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે.
ધંધાકીય પૈસાની લેવડ-દેવડને લઈને આ અપહરણની ઘટના બની
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ધંધાકીય પૈસાની લેવડ-દેવડને લઈને આ અપહરણની ઘટના બની હતી. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે જેથી સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી શકે.
પોલીસ તપાસ શરુ
પોલીસે ગુનામાં વપરાયેલ સફેદ કલરની કાર તેમજ પાંચ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો— Ahmedabad : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક મોટો આદેશ, મુસ્લિમ યુવકને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા મંજૂરી
