Surat : બોરાસર પાટિયા પાસે ડિવાઈડર કૂદીને ઢોર અચાનક સામે આવતા મોપેડ સવાર બે લોકો પટકાયા

📅 Published: March 14, 2026 | 📂 Category: gujarat-news

સુરતમાં રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. શહેરના બોરાસર પાટિયા વિસ્તારમાં અચાનક રસ્તા પર ઢોર આવી જતા મોપેડ સવાર બે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સદનસીબે બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઢોર અચાનક ડિવાઈડર કૂદી રસ્તા પર આવી ગયું

મળતી માહિતી અનુસાર બોરાસર પાટિયા નજીક એક ઢોર અચાનક ડિવાઈડર કૂદી રસ્તા પર આવી ગયું હતું. તે સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ સવારને અચાનક ઢોર સામે આવતાં વાહનનું સંતુલન ગુમાવી દીધું હતું. પરિણામે મોપેડ સવાર બંને લોકો રસ્તા પર પટકાઈ ગયા હતા.

ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સામે આવતા અકસ્માતની સંપૂર્ણ ઘટના સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે ઢોર ડિવાઈડર કૂદીને રસ્તા પર આવી જાય છે અને તરત જ મોપેડ સવાર તેનો ભોગ બને છે.

લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા

અકસાન પછી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. બંને લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં

આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં લાવી છે. સ્થાનિક લોકોએ તંત્ર સામે રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે, જેથી આવી અકસ્માતની ઘટનાઓને રોકી શકાય.

આ પણ વાંચો—    Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *