સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી યુવકની ઘાતકી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર આરોપીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
યુવકની ઘાતકી હત્યાના કેસ
ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં મૃતક યુવક પોતાના મિત્ર સાથે ચાલી રહેલા ઝઘડામાં વચ્ચે પડ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપી રકબીરસિંહ ટાંકે યુવકના પગના ભાગે ચપ્પુના અનેક ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. રકબીરસિંહ ભાગવાની પેરવીમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પણ વાંચો: રાજકોટમાં ગેસ ગોડાઉનમાંથી 600 બાટલા સીઝ કરાયા, ગેરકાયદે રિફિલિંગ થતા પોલીસની કાર્યવાહી
