Surat: મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજી વાર આગનો બનાવ, ગ્રાઉન્ડ ફ્લોરની કાપડની દુકાન બળીને ખાખ

📅 Published: March 24, 2026 | 📂 Category: gujarat-news

સુરતના રીંગ રોડ પર આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ જ માર્કેટમાં છેલ્લા 23 દિવસમાં આગ લાગવાની આ બીજી ઘટના છે.

ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના

મિલેનિયમ-1 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ‘કપૂર લહેંગા અને શૂટ’ નામની દુકાનમાં આજે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દુકાનમાં રહેલો લહેંગા તથા શૂટનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. આગ લાગતા જ માર્કેટમાં હાજર રહેલા વેપારીઓ અને શ્રમિકોએ પોતાના માલસામાનને બચાવવા માટે ભારે દોડધામ કરી મૂકી હતી.

ફાયર વિભાગની કામગીરી

આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગ સક્રિય થયું હતું. શહેરના ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

આ પણ વાંચો: Ahmedabad: વસ્ત્રાપુર લેક પાસે નશામાં ધૂત કાર ચાલકનો કહેર, રોંગ સાઈડમાં સ્પીડે આવી બે કારને ફંગોળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *