Surat વહીવટી તંત્રનો મોટો નિર્ણય, મનપાની મુખ્ય વહીવટી કચેરી હવે 'તાપી ભવન' તરીકે ઓળખાશે

📅 Published: March 10, 2026 | 📂 Category: gujarat-news

સુરત મહાનગરપાલિકા (SMC) ની છેલ્લી સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક સ્થળો અને વિસ્તારોના નામ બદલવા અંગેની ચર્ચા બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સુરત મનપાની મુખ્ય કચેરી જે વિસ્તારમાં આવેલી છે તે ‘મુગલસરાઈ’ વિસ્તારની ઓળખ હવે બદલાઈ ગઈ છે.

મનપાની કચેરીને નવું નામ ‘તાપી ભવન’

સુરતની જીવાદોરી સમાન તાપી નદીના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે વિસ્તાર ‘મુગલસરાઈ’ તરીકે ઓળખાતો હતો, તેનું નામ બદલીને હવે ‘તાપીપુરા’ કરવામાં આવ્યું છે. હવે મનપાની કચેરી સત્તાવાર રીતે તાપીપુરા વિસ્તારમાં ગણાશે. સુરત મહાનગરપાલિકાની જે મુખ્ય વહીવટી કચેરી છે, તેને હવે ‘તાપી ભવન’ તરીકે ઓળખવામાં આવશે. વર્ષો જૂની આ ઈમારત પર હવે નવું નામ અંકિત કરવામાં આવશે.

SMC કચેરી હવે તાપીપુરા વિસ્તારમાં કહેવાશે

આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મૂળ અને ભૌગોલિક વારસા સાથે લોકોને જોડવાનો છે. મુગલકાળ દરમિયાન સરાઈ (મુસાફરખાના) તરીકે વપરાતી આ ઈમારત લાંબા સમયથી મનપાના હેડક્વાર્ટર તરીકે કાર્યરત છે. સામાન્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા શાસક પક્ષ અને અન્ય સભ્યો દ્વારા તેને આવકારવામાં આવ્યો હતો. આ નામ પરિવર્તનને કારણે હવે મનપાના તમામ સરકારી દસ્તાવેજો, લેટરપેડ અને સરનામાઓમાં ‘મુગલસરાઈ’ ને બદલે ‘તાપીપુરા’ અને ‘તાપી ભવન’ શબ્દોનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *