Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો

📅 Published: March 9, 2026 | 📂 Category: gujarat-news

સુરત શહેરમાં ડીંડોલી વિસ્તારમાં બંને યુવતિઓએ કરેલી આત્મહત્યાની ઘટનામાં શહેર પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ એસીપી એન.પી.ગોહિલે કહ્યું હતું કે બંને વિદ્યાર્થિનીઓ તેમના બોયફ્રેન્ડ સાથેના પ્રેમ સંબંધ તૂટતા આત્મહત્યા માટે પ્રેરાઈ હતી.

બંને યુવતીઓ તેમના પ્રેમી સાથે સંબંધમાં હતી

પોલીસની તપાસ દરમિયાન ખબર પડી કે બંને યુવતીઓ તેમના પ્રેમી સાથે સંબંધમાં હતી, પરંતુ પંદર દિવસના અંતરે બંનેના સંબંધ તૂટ્યા હતા. આ ઘટનાને લઈને બંને વિદ્યાર્થીનીઓ ભારે દુઃખી અને હતાશ બની ગઈ હતી.

બંને યુવકો ડીંડોલી વિસ્તારમાં જ રહેતા હતા

પોલીસે બંનેના મોબાઈલ ચેક કર્યા અને તપાસ દરમિયાન ખુલાસો થયો કે 18 વર્ષીય વિદ્યાર્થીનીનો બે માસથી પ્રેમ સંબંધ ચાલતો હતો, જ્યારે 20 વર્ષીય વિદ્યાર્થીનીનો એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને યુવકો ડીંડોલી વિસ્તારમાં જ રહેતા હતા.

પોલીસની વધુ તપાસ શરુ

ડીંડોલી સણીયા કણદે સ્વામિનારાયણ મંદિરમાં બંને યુવતીઓએ આત્મહત્યા કરી હતી. પોલીસે બંને યુવક, સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમ સંબંધ તૂટતા બંને યુવતિઓ હતાશામાં આવી ગઈ

પોલીસના નિવેદન પ્રમાણે, પ્રેમ સંબંધ તૂટતા બંને યુવતિઓ હતાશામાં આવી ગઈ હતી. પોલીસ હાલમાં સમગ્ર મામલે વિગતવાર તપાસ કરી રહેલી છે અને સંબંધિત લોકોની પૂછપરછ કરી તપાસ ચાલુ રાખી છે.

આ પણ વાંચો—      Gandhinagar : બાળકો, મહિલાઓ ગુમ મુદ્દે ગૃહમાં સવાલ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યો સવાલ, 8 બાળકો હજુ મળ્યા નથી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *