Surat: 14 વર્ષની સગીરાને મહારાષ્ટ્રમાં વેચવાના રેકેટનો પર્દાફાશ, લિંબાયત પોલીસે બેની ધરપકડ કરી

📅 Published: March 3, 2026 | 📂 Category: gujarat-news

શહેરના લિંબાયત વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં જ રહેતી એક મહિલાએ 14 વર્ષની માસૂમ તરુણીને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રમાં વેચી દીધી હતી. જોકે, લિંબાયત પોલીસે સક્રિયતા દાખવી મુખ્ય આરોપી મહિલા ‘ફજ્જો’ અને તેના દિયરને પાનોલી ખાતેથી ઝડપી પાડ્યા છે.

સુરતમાં તરૂણીને વેચનાર 2 આરોપી ઝડપાયા

મળતી માહિતી મુજબ, આરોપી મહિલા ફજ્જોએ પોતાની પાડોશમાં રહેતી સગીરાને વિશ્વાસમાં લીધી હતી અને સારા ઘરે લગ્ન કરાવી દેવાના બહાને તેને મહારાષ્ટ્ર લઈ ગઈ હતી. અહીં તેણે માનવતાની તમામ હદો વટાવી સગીરાનો સોદો કર્યો હતો.

બે વખત કરાયો સોદો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ફજ્જોએ આ તરુણીને સૌપ્રથમ શોએબ નામના યુવકને રૂપિયા 50 હજારમાં વેચી હતી. ત્યારબાદ, વધુ લાલચમાં આવી તેણે મહારાષ્ટ્રના સોલાપુરમાં અન્ય એક યુવક સાથે આ તરુણીનો રૂપિયા 2 લાખમાં સોદો કરી દીધો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

નરક સમાન સ્થિતિમાં ફસાયેલી તરુણીએ હિંમત હાર્યા વગર ગમે તેમ કરીને પોતાના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. પરિવારે તાત્કાલિક લિંબાયત પોલીસનો સંપર્ક કરતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી.

પોલીસ કાર્યવાહી કરી

લિંબાયત પોલીસે ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી ફજ્જો અને તેના દિયરને અંકલેશ્વર નજીક પાનોલીથી ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અગાઉ પણ કોઈ યુવતીઓ આ ટોળકીનો ભોગ બની છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો:Junagadh News: વંથલીના રમણીક વામજાની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશક વાવાઝોડાના સંકેત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *