Surat News: એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર ફટકારાઈ, સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં આગની ઘટના બાદ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.ઘટનાને લઈને સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.રોડ સાઇડ પર આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આ આગ બાદમાં ફેલાઈને એથર કંપનીના વેરહાઉસ સુધી પહોંચી હતી.જેના કારણે ગોડાઉનમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી.

સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો આદેશ

આ ઘટના બાદ સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીના સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો ક્લોઝર ઓર્ડર ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને સુરક્ષા સંબંધિત તમામ બાબતોની સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Chinaએ સમુદ્રમાં ત્રણ દેશો વચ્ચે જહાજો માટે કેમ ઉભો કર્યો અવરોધ, જાણો શું છે મામલો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *