Surat News : કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટાંગિયાનું વધુ કારનામું, હૃદય અને કેન્સરની સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

📅 Published: March 21, 2026 | 📂 Category: gujarat-news

દેશના અર્થતંત્રના પાયા હચમચાવવા માટે હવે માત્ર સરહદ પારથી જ નહીં, પરંતુ ઈન્ટરનેટના માધ્યમથી ઘરઆંગણે પણ ‘નકલી નોટના સોદાગરો’ સક્રિય થયા છે. તાજેતરમાં સુરતમાં યોગઆશ્રમ ધરાવતા પ્રદીપ જોટગિયા અને તેની ટોળકીએ નકલી નોટ છાપવા માટે ચીની ઈ-કોમર્સ વેબસાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.

RBI’ અને ‘ભારત’ લખેલું હોય છે, જે અસલી નોટ જેવું જ લુક આપે છે

તેની પુછપરછમાં બહાર આવ્યું કે, ભારતીય ચલણી નોટોમાં વપરાતા સિક્યોરિટી પેપર અને થ્રેડ ઓનલાઇન વેચાઈ રહ્યા છે, જેનો ઉપયોગ કરીને સ્થાનિક લેવલે હૂબહૂ અસલી જેવી નોટો છાપવામાં આવી રહી છે. હવે પાકિસ્તાની પ્રિન્ટિંગ પ્રેસ પર નિર્ભર રહેવાને બદલે, ગુનેગારો ચીનથી મટિરિયલ મગાવીને ‘મેક ઈન ઈન્ડિયા’ ફેક કરન્સી બનાવી રહ્યા છે, જે તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર છે. મળતી માહિતી અનુસાર નકલી નોટ છાપતા માફિયાઓ Alibaba જેવી ચીની વેબસાઇટ્સ પરથી ‘ગ્રીન સિક્યોરિટી થ્રેડ’ મગાવે છે. આ થ્રેડ પર ‘RBI’ અને ‘ભારત’ લખેલું હોય છે, જે અસલી નોટ જેવું જ લુક આપે છે.

સિક્યુરિટી થ્રેડ પેપર મામલે એજન્સીઓ દ્વારા રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાશે

આરોપીઓ ચીની -ઈ-કોમર્સ વેબસાઈટ્સ (જેમ કે Alibaba) પરથી ભારતીય ચલણના સિક્યોરિટી પેપર અને ખાસ કરીને ‘RBI’ અને ₹ ‘ભારત’ લખેલા ગ્રીન સિક્યોરિટી થ્રેડ -મંગાવતા જે સામાન્ય માણસ તેને ઓળખી = શકતો નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે © પ્રદીપ અગાઉ એક વખત ચાઇના જઈ = આવ્યો હોવાથી ત્યાંના એજન્ટના સંપર્કમાં = આવ્યો હોવાની શક્યતા છે. આરોપી પ્રદીપે મોંઘીદાટ કારમાં આયુષ મંત્રાલય નેમ પ્લેટનો ઉપયોગ કર્યો હોવાથી તે અંગે -તેમજ RBI અને ભારત લખેલ સિક્યુરિટી થ્રેડ પેપર મામલે એજન્સીઓ દ્વારા રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાશે.

ગ્રામજનોને બહારથી માણસો બોલાવીને મારવાની ધમકી

નોટિસમાં યોગગુરૂ પ્રદીપને સંબોધીને જણાવાયું હતું કે, સાધકો રસ્તામાં ગમે ત્યા વાહનો પાર્ક કરીને આશ્રમમાં જતા રહે છે. સ્થાનિક લોકોએ આ બાબતે તમોને રજૂઆત કરતા તમારા દ્વારા ૧ હજાર માણસો બોલાવીને મારવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ આશ્રમમાં ગુનાહિત કાર્ય થઇ રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે ગંભીર બાબતો છે, જેથી તમને તાકીદ કરવામાં આવે છે કે કોઇ પણ ગેરકાયદેસર અને ગ્રામજનોને અડચણરૂપ થાય તેવુ કોઇ કાર્ય જણાશે તો ના છુટકે આગળની કાર્યવાહી કરવાની રહેશે. નોટિસ આપવા છતાં કહેવાતા યોગ ગુરૂએ પોતાની પાપ લીલા યથાવત રાખી હતી.

આ પણ વાંચો : Gandhinagar News : મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર, વોટ્સએપ, મિસ્ડકોલ, SMS, ઓનલાઇન બુકિંગ અને સ્માર્ટફોન એપથી થશે બુકિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *