Surat News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટી ઉજવી

📅 Published: March 4, 2026 | 📂 Category: gujarat-news

રંગોના ઉત્સવ ધુળેટીની આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક અનોખી રીતે આ તહેવાર ઉજવ્યો હતો. તેમણે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા વડીલો સાથે ગુલાલથી ધુળેટી રમી હતી.

વડીલોના જીવનમાં ઉત્સાહનો સંચાર

તહેવારના દિવસે જ્યારે વડીલો પોતાના પરિવારની ખોટ અનુભવતા હોય છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ તેમની વચ્ચે પહોંચીને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો. તેમણે વડીલો સાથે સમય વિતાવ્યો અને તેમના આશીર્વાદ લીધા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડીલોની ઉપસ્થિતિમાં તહેવારની ઉજવણી કરવી એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ મુલાકાતથી આશ્રમના વડીલોના ચહેરા પર પણ સ્મિત અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોલીસ અને મીડિયા કર્મીઓને પાઠવી શુભેચ્છાઓ

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ માત્ર વડીલો જ નહીં, પરંતુ રાજ્યની જનતા સહિત દિવસ-રાત પોતાની ફરજ બજાવતા પોલીસ વિભાગ અને મીડિયાના મિત્રોને પણ રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે, આ હોળી-ધુળેટીનો તહેવાર સૌના જીવનમાં સુખ, શાંતિ અને નવી આશાના રંગો પૂરે તથા પરસ્પર સ્નેહ અને મીઠાશ કાયમ રહે.

આ પણ વાંચો – Surat News: પોલીસ કર્મીઓ હજીરામાં પથ્થરમારો કરનારા શ્રમિકો સાથે ધૂળેટી રમ્યા, મિત્રભાવ દાખવી લોકોના દિલ જીત્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *