Surat News: મિત્રોએ જ વેપારી મિત્રને નિર્વસ્ત્ર કરી લૂંટ્યો, 39 લાખ રોકડા અને 1.3 કિલો સોનું પડાવ્યું

📅 Published: March 11, 2026 | 📂 Category: gujarat-news

હનીટ્રેપની જાળમાં બે વિવાદી યુવાનોએ વેપારીના વૃદ્ધ પિતાનો યુવતી સાથેનો અશ્લીલ હાલતમાં વીડિયો બનાવી ધમકી આપી પહેલા રૂ.39 લાખની એફ.ડી.તોડાવી અને બાદમાં સેફમાંથી આશરે 130 તોલા સોનાના દાગીના તથા ચાંદીના દાગીના પડાવી લીધાનો આક્ષેપ થયો છે. આ કેસમાં પોલીસે મેહુલ જેડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે. જ્યારે યુસુફ ચોકસી પોલીસ પકડથી દૂર છે.

39 લાખ રોકડા, 1.3 કિલો સોનું પડાવ્યું

ચૌટાપુલ વિસ્તારમાં વેપારીના વૃદ્ધ પિતાને વિવાદી મેહુલ જાડિયા અને વિનોદ મનાનીએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યુવતી સાથે મોજમજા કરવાનું કહીને તેમને પલસાણા ખાતેના ફાર્મ હાઉસમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં યુવતી સાથે હનીટ્રેપમાં ફસાવીને મોટા મંદિર પાસે રહેતા મેહુલ જડિયા અને વિનોદ મનાનીએ વૃદ્ધના યુવતી સાથેના નગ્ન ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ બ્લેકમેઈલ શરૂ કરી દીધું હતું.બીજી તરફ સમાજમાં ડર અને બદનામીના ભયથી ફફડી ઉઠેલા વૃદ્ધે પહેલા 39 લાખની એફ.ડી. તોડાવીને મેહુલ અને વિનોદને રૂપિયા આપ્યા હતા.ત્યારબાદ આરોપીઓએ સેફ ડિપોઝિટની ચાવી મેળવી તેની ડુપ્લિકેટ ચાવી બનાવી અને વૃદ્ધને સેફમાંથી દાગીના કાઢવા મજબૂર કર્યા હતા.

આરોપી યુસુફ ચોકસી પોલીસ પકડથી દૂર

આ કિંમતી દાગીના બારોબાર વેચી મારવામાં આવ્યા હતા.આ રીતે આશરે 130 તોલા સોનાના દાગીના, 5 કિલો ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા કાઢી લેવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ આ દાગીના ચૌટાપુલ વિસ્તારમાં રહેતા યુસુફ ચોકસીને વેચી દેવામાં આવ્યા હતા.બાદમાં કોઈને શંકા ન જાય તે માટે દાગીનાના ફોટાના આધારે ડુપ્લિકેટ દાગીના બનાવી સેફમાં મૂકવામાં આવ્યા હતા.ઉપરોક્ત બનાવ બાદ વૃદ્ધના પરિવારજનોને શંકા જતા તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.ફરિયાદી પુત્ર અને તેમના પિતા બંને મેહુલ અને વિનોદ પાસે વાત કરવા ગયા ત્યારે તેમને જાનથી મારી નાખવાની તથા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. પોલીસે આરોપી મેહુલ જેડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે. જ્યારે યુસુફ ચોકસી પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચોઃ Surat News : સુરતમાં લોન-જોબ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નિતેશ ખવાણી જેલ હવાલે, આરોપીને ભુજની સ્પેશિયલ જેલમાં ધકેલાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *