Surat News : સુરતના સારોલીમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે કરી ધરપકડ

📅 Published: March 11, 2026 | 📂 Category: gujarat-news

સુરતના સારોલીમાં સગીરા પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યુ છે અને 10 વર્ષની સગીરા પર યુવકે આચર્યુ દુષ્કર્મ, તો ઘટનાની જાણ માતા-પિતાને થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સારોલી પોલીસે ફકરુદ્દીન તુરકની ધરપકડ કરી

સુરતમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે અને પોલીસે આ મામલે સગીરાને સારવાર હેઠળ ખસેડી છે અને અલગ-અલગ રીપોર્ટ પણ કઢાવ્યા છે, આરોપી અને સગીરા બન્ને મિત્રો હતો અને આરોપીએ ફોસલાવીને દુષ્કર્મ આચર્યુ છે, ત્યારે આ ઘટનામાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને માતા-પિતા ફરિયાદી બન્યા છે.

સારોલી વિસ્તારમાં 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ફરિયાદ

35 વર્ષીય વિધર્મી યુવકે બળજબરીથી આચર્યું દુષ્કર્મ અને વિધર્મી યુવક દ્વારા ઘરના ધાબા પર મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, સારોલી પોલીસે ગુનો દાખલ કરી આરોપી ફકરુંઉદ્દીન તુરકની ધરપકડ કરી છે, આરોપીએ પણ પોલીસ સમક્ષ કબુલ્યું કે, તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગત 24 વર્ષમાં રાજયનું પ્રવાસન બજેટ રૂ.12 કરોડથી વધીને રૂ.2101 કરોડ થયું : મંત્રી જીતુભાઈ વાઘાણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *