Surat News : સુરતમાં ઈન્સ્ટન્ટ લોનની લાલચ આપી ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો, પ્રોસેસિંગ ફી પેટે 799 રુપિયા પડાવતો

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

ઇન્સ્ટન્ટ લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે નાણાં પડાવી ઠગાઈ આચરતા બોગસ કોલ સેન્ટર પ્રકરણમાં સાયબર સેલે વેસુના યુવકની ધરપકડ કરી હતી. સાયબર સેલે મળેલી બાતમીના આધારે ગત ૨૮મી જાન્યુઆરીએ પરવટ પાટિયા સ્થિત એલ.એ. સીટાડેલ કોમ્પ્લેક્સની ઓફિસ નંબર ૨૦૭માં રેડ કરી હતી.

24 થી 48 કલાકમાં લોન અપાવવાનો વાયદો કરવામાં આવતો હતો

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પ્રવીણ ચૌહાણ અને નમન ચૌહાણ પિતરાઈ ભાઈ છે. જેઓ જુલાઈ-૨૦૨૫થી CHAUHAN FINANCIAL BROTHERS SERVICE અને EPIC FINANCIAL SERVICEના નામે ઓફિસ ચલાવતા હતા. તેઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ (Meta Ads) પર ” કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન મેળવો” વગેરે જેવી લોભામણી જાહેરાતો આપી લોકોનો ડેટા મેળવતા હતા.જાહેરાત જોઈ સંપર્ક કરનાર ગ્રાહકોને ટેલિકોલર મારફતે ૨૪થી ૪૮ કલાકમાં લોન અપાવવાનો વાયદો કરવામાં આવતો હતો.

સિબિલ સ્કોર ખરાબ હોવાનું બહાનું કાઢી લોન આપવાનો ઇનકાર કરી દેવામાં આવતો

પ્રોસેસિંગ ફીના નામે રૂ. ૭૯૯ અને ઝડપી લોન માટે રૂ. ૯૯૯ QR કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. એકવાર પૈસા મળી ગયા પછી, કસ્ટમરનો સિબિલ સ્કોર ખરાબ હોવાનું બહાનું કાઢી લોન આપવાનો ઇનકાર કરી દેવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી પ્રવીણ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૯, રહે. સુમન ભાર્ગવ આવાસ, ભગવાન મહાવીર કોલેજ પાસે, વીઆઈપી રોડ, વેસુ- મૂળ અગતરીયા, મહુવા, ભાવનગર)ની ધરપકડ કરી હતી જ્યારે નમન મનસુખ ચૌહાણ (ઉ.વ.૨૪, રહે. સુમન ભાર્ગવ આવાસ, મહાવીર કોલેજ પાસે, વીઆઈ પી રોડ, વેસુ-મૂળ મહુવા, ભાવનગર)ને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેને ગતરોજ પકડી લેવાયો હતો.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં હિટવેવની અસર વર્તાવાની શરૂઆત, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈ યલો એલર્ટ અપાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *