Surat News : સુરતમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવ ઝળકયો, લેબગ્રોનનું એકસપોર્ટ આંતરરાષ્ટ્રી સ્તરે વધ્યું

📅 Published: March 16, 2026 | 📂 Category: gujarat-news

સુરતમાં હીરા ઉધોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, તેની વચ્ચે એક મોટા સમાાચાર આવ્યા છે, જેમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડની માગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી હોવાની વાત સામે આી છે, વિદેશમાં આ માગ વધી છે, ટેરીફના કારણે સુરત ડાયમંડ માર્કેટના વેપારીઓને અસર પડી છે એની વચ્ચે હવે સુરતના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે.

લેબમાં તૈયાર થતા આ હીરા ગુણવત્તામાં કુદરતી હીરા જેટલા જ હોય છે

રીયલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડ સસ્તો હોવાથી લોકો તેની તરફ વળ્યા છે, અને આ માગ સતત વધી રહી છે, તો હીરાના વેપારીઓ અને રત્નકલાકારો માટે હાલમાં તેજીનો માહોલ છે, અનેક વખત હીરા બજાર મંદીનો સામનો કરી ચૂકયું છે, ત્યારે વધુ એક આશાનું કિરણ ઉગ્યું છે અને વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ લેબગ્રોનનું માર્કેટ હાલમાં ઉચ્ચ સ્તરે છે.

વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં ચાલી રહેલી મંદી વૈશ્વિક મંદીની હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે, જેમાં ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી વૈશ્વિક મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ કરી દેતા લાખો રત્નકલાકારો રોજગારી વિહોણા બન્યા છે, અનેક રત્નકલાકારો આવી સ્થિતિમાં અન્ય જગ્યાએ કામે લાગી ગયા છે, તો સેંકડો એવા યુવાનો છે, કે જેમણે હીરા સિવાય અત્યાર સુધી કાઈ કામ ન કર્યું હોય એવા રત્નકલાકારો રોજગારી મેળવવા ફાંફા મારી રહ્યા છે, આવા રત્નકલાકારોના પરિવાર પણ મોંઘવારીના સમયમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, લાખોની સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે, પરંતુ કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણામાં થયેલ લૂંટ અને પાલડીમાં જૈન દેરાસરમાં થયેલ ચોરીનો ભેદ LCB-ઝોન 7 એ ઉકેલ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *