Surat News : સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મળ્યા મૃતદેહ, બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવાનું કહી નીકળી હતી

📅 Published: March 7, 2026 | 📂 Category: gujarat-news

મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળી આવ્યા મૃતદેહ, અને બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

ડીંડોલી વિસ્તારમાં આવેલું છે સ્વામિનારાયણ ધામ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.

વિદ્યાર્થિનીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસ અધિકારીનું કહેવું છે કે, મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે.

આ પણ વાંચો : Ahmedabad Match : ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત, 2000 પોલીસ બજાવશે ફરજ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *