Surat news: 9 કિલો ગાંજા સાથે બે કિશોર ઝડપાયા, પોલીસે 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

📅 Published: March 22, 2026 | 📂 Category: gujarat-news

ડ્રગ્સ મુક્ત સુરતના અભિયાન હેઠળ સુરત પોલીસની ઉધના ટીમને મોટી સફળતા મળી છે. ઉધના પોલીસે બાતમીના આધારે રેડ કરીને બે બાળ કિશોરોને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો ગાંજો અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહીની વિગત

ઉધના પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, બે કિશોર નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવી બે બાળ કિશોરોને અટકાવ્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 9.08 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ ગાંજાની કિંમત આશરે 4.54 લાખ રૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે.

કુલ 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત કિશોરો પાસેથી મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બાબતે સુરત પોલીસના ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, બંને કિશોરો વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં પોલીસે બંને કિશોરોની અટકાયત કરી આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો – Surat News: યોગગુરૂના આશ્રમમાં શંકાસ્પદ મહિલાઓની અવરજવર થતી, ગ્રામજનોએ કર્યો ગંભીર આક્ષેપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *