સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. જમીન NA કૌભાંડ મામલે તેમણે જામીન માટે અરજી કરી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેને ફગાવી દીધી છે.
જમીન કૌભાંડના ભ્રષ્ટાચારના ગંભીર આરોપ
પોલીસના દાવા મુજબ કેસમાં ભૂમિ કૌભાંડના ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન ન આપવાનો નિર્ણય લીધો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ હજુ પણ જેલમાં બંધ છે.
કેસની ગંભીરતા જોતા જામીન ન મળે
જામીન મુક્તિ આપવા કોર્ટે ઇન્કાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે કેસની ગંભીરતા જોતા જામીન ન મળે
ઘણા અધિકારી સામેલ
NA જમીન કૌભાંડ કેસ રાજ્યના મહત્વના ભૂમિ કૌભાંડ મામલામાંની એક છે, જેમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શામેલ હોવાનો આરોપ છે.
આ પણ વાંચો—- Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે
