Suryakumar Yadavનું કરિયર પત્નીના એક સવાલે કેવી રીતે બદલ્યું? કેપ્ટને કર્યો મોટો ખુલાસો

📅 Published: March 17, 2026 | 📂 Category: sports

‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં T20 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. આ સાથે ભારતીય ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડકપ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની.

આ પહેલા સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડકપ 2024 જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. બે વાર T20 વર્લ્ડકપ જીત્યા પછી કેપ્ટન સૂર્યાએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેને સમજાવ્યું છે કે કેવી રીતે તેમની પત્ની દેવીશાના એક જ સવાલે તેમનું ભાગ્ય અને કરિયર બદલી નાખ્યું.

પત્ની દેવીશાના એક સવાલે મારું કરિયર બદલી નાખ્યું: સૂર્યકુમાર યાદવ

આ ઘટના 2018માં બની હતી, જ્યારે સૂર્યકુમાર યાદવ ઘરેલુ ક્રિકેટ અને IPL માં સારું પ્રદર્શન કરી રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું ન હતું. તેની પત્ની દેવીશા, સૂર્યાના દિનચર્યાને નજીકથી જોતી હતી અને એક દિવસ સ્પષ્ટપણે પૂછતી હતી, “તમારા ઘણા સાથી ખેલાડીઓ ભારત માટે રમે છે. તમારા ઈરાદા શું છે? જો તમે ભારત માટે રમવા માગતા હો, તો તમે કેવી રીતે રમશો?” સૂર્યાએ કહ્યું કે આ સવાલે મને હચમચાવી દીધો. “અમે નક્કી કર્યું કે અમારે વસ્તુઓ અલગ રીતે કરવી પડશે.”

સૂર્યકુમાર યાદવે પોડકાસ્ટ દરમિયાન થયેલી વાતચીતને યાદ કરતા કહ્યું કે “2016માં જ્યારે હું કેકેઆર માટે રમતો હતો ત્યારે અમારા લગ્ન થયા હતા. બધું ખૂબ જ સરળતાથી ચાલી રહ્યું હતું. હું સારું રમી રહ્યો હતો, રમતનો આનંદ માણી રહ્યો હતો. જ્યારે હું 2018માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો, ત્યારે તેણે મારી સફર અને દિનચર્યાને ફોલો કરી. મને લાગે છે કે તે પછી અમે વસ્તુઓ થોડી અલગ રીતે કરવાનું શરૂ કર્યું.”

ઘણી વસ્તુઓમાં ઘટાડો કર્યો: સૂર્યકુમાર યાદવ

સૂર્યાએ આગળ કહ્યું કે “અમે ઘણી બધી બાબતોમાં ઘટાડો કર્યો: આહાર, મિત્રો સાથે સમય વિતાવવો, શનિવાર અને રવિવારે આરામ કરવો અને સોમવારથી શુક્રવાર સુધી કામ કરવું. 2018માં મારી IPL સીઝન સારી રહી (512 રન) અને ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું. તે વર્ષે મને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કરવાની તક મળી અને રન બનાવ્યા.”

સૂર્યાએ આગળ કહ્યું કે “2019 અને 2020માં, અમે એ જ કામ ચાલુ રાખ્યું, અને મારો મૂડ અલગ હતો. મારી પત્નીએ જોયું કે હું તેનો વધુ આનંદ માણી રહ્યો છું. 2020 વધુ સારું હતું (ફિનિશર તરીકે 480 રન), અને પછી 2021 માં, મને ભારત માટે પસંદ કરવામાં આવ્યો.”

સૂર્યકુમાર યાદવે પોતાની સફળતાનો શ્રેય તેની પત્નીને આપ્યો

ભારતીય T20 કેપ્ટન સૂર્યાએ વધુમાં કહ્યું કે દેવીશા હંમેશા પડદા પાછળ તેની તાકાત રહી છે અને તેની સફળતામાં તેને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેને કહ્યું કે દેવીશાએ ક્યારેય તેના ક્રિકેટમાં દખલ કરી નથી કારણ કે તે તેની કુશળતાનો ક્ષેત્ર નથી, પરંતુ તેણે તેને ક્રિકેટથી આગળના જીવન વિશે સલાહ આપી હતી. તેને કહ્યું કે “હું તેને સંપૂર્ણ શ્રેય આપું છું કારણ કે તેણે મને મારા ક્રિકેટ કરિયર વિશે સલાહ આપી જ નહીં, પરંતુ જીવન વિશે ઘણી બધી બાબતો પણ જણાવી. મારે શું કરવું જોઈએ? મારે કોઈ ચોક્કસ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ? મારે મારી જાતને કેવી રીતે રજૂ કરવી જોઈએ?”

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *