T20 વર્લ્ડકપ હાર્યા બાદ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા સામે રમશે પાંચ મેચની સીરિઝ

📅 Published: March 14, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડકપ 2026 ફાઇનલમાં હાર્યા બાદ,ન્યુઝીલેન્ડ હવે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે,જ્યાં બંને ટીમો પાંચ મેચની T20 સીરિઝ રમશે. સીરિઝની પહેલી મેચ 15 માર્ચે બે ઓવલના માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાશે.આ દરમિયાન, અમે તમને જણાવીશું કે તમે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સીરિઝનું લાઇવ પ્રસારણ ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

T20 વર્લ્ડકપ 2026માં બંને ટીમો એકબીજા સામે ટકરાઈ હતી

ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા અગાઉ T20 વર્લ્ડ કપમાં બે વાર એકબીજા સામે ટકરાઈ ચૂક્યા છે.પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું.ત્યારબાદ તેઓ તે જ T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાયા હતા,જ્યાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું.આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું,જ્યારે ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોંચ્યું.કિવીઓનો સામનો અંતિમ મેચમાં ભારત સાથે થયો હતો.

ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સીરિઝ કયાં રમાશે

ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ સીરિઝના લાઈવ પ્રસારણ અને પ્રસારણ અંગે,ભારતીય ચાહકો પણ આ મેચનો આનંદ માણી શકશે.આ મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ 1 પર કરવામાં આવશે.આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને ફેનકોડ એપ પર પણ કરવામાં આવશે.ભારતના ચાહકો સોની નેટવર્ક પર મેચ જોઈ શકશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ માઉન્ટ મૌંગાનુઈ સ્ટેડિયમ ખાતે રમાશે.આ મેચ ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ સાંજે 7:15 વાગ્યે અને ભારતીય સમય મુજબ સવારે 11:45 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા, બંને ટીમોના કેપ્ટન ટોસ માટે મેદાનમાં ઉતરશે. હવે જોવાનું એ રહ્યું કે બંને ટીમો આ સીરિઝમાં કેવું પ્રદર્શન કરે છે.તે જેવાનું રહ્યું

આ પણ  વાંચો – Sports News: દાદાની ગૌતમને ગંભીર ચેતવણી, સૌરવ ગાંગુલીએ આ બાબતે કર્યા સાવચેત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *