T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સંજુ સેમસને બનાવ્યો મોટો રેકોર્ડ, ફિફ્ટી ફટકારીને વિરાટ કોહલીની કરી બરાબરી

📅 Published: March 8, 2026 | 📂 Category: sports

ન્યુઝીલેન્ડ સામેની T20 વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી છે. આ મેચમાં તેણે માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 50 રનની આ ઈનિંગ સાથે સેમસને વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે. સંજુ સેમસન T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં અડધી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે વિરાટ અને કેએલ રાહુલના ખાસ ક્લબમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.

સંજુ સેમસનએ T20 વર્લ્ડકપ 2026માં આ સિદ્ધિ મેળવી

પાકિસ્તાનના શાહિદ આફ્રિદી T20 વર્લ્ડકપના સેમિફાઈનલ અને ફાઈનલ બંનેમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2009ના T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ 2014ના T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ તે વર્લ્ડ કપના સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં પચાસથી વધુ રન બનાવ્યા હતા. હવે, સંજુ સેમસનએ ચાલુ T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી છે.

સંજુ સેમસનનો T20 વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

આ સાથે સંજુ સેમસન T20 વર્લ્ડ કપમાં સતત ત્રણ અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ યાદીમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનનો સમાવેશ થાય છે. સંજુ સેમસન T20 વર્લ્ડકપ ફાઈનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે ફાઈનલમાં 98 રન બનાવીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. આ મેચમાં સંજુ સેમસન 46 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો હતો.

સંજુ સેમસને વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો

આ મેચમાં 89 રનની ઈનિંગ રમીને સંજુ સેમસને વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો. તે T20 વર્લ્ડકપના આ એડિશનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ બાબતમાં વિરાટને પાછળ છોડી દીધો છે. T20 વર્લ્ડકપ 2016માં વિરાટ કોહલીએ 6 મેચમાં 319 રન બનાવ્યા હતા. સંજુ સેમસને T20 વર્લ્ડકપ 2026માં 5 મેચમાં 321 રન બનાવીને વિરાટનો આ રેકોર્ડ તોડ્યો હતો. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સંજુ સાહિબજાદા ફરહાન પછી બીજા સ્થાને છે.

આ પણ વાંચો : Ind Vs NZ: ફાઈનલ મેચમાં ભારતની ધમાકેદાર બેટિંગ વચ્ચે સટ્ટાબજારમાં કઈ ટીમ છે હોટ ફેવરિટ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *