T20 World Cup : સૂર્યકુમાર અને ગૌતમ ગંભીર સિદ્ધિવિનાયકના શરણે, ટ્રોફી સાથે ભગવાનના આશીર્વાદ લીધા

📅 Published: March 14, 2026 | 📂 Category: sports

આઈસીસી T20 વર્લ્ડકપ 2026માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ યથાવત છે.ભારતીય ટીમની આ શાનદાર સફળતા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આર્થિક રાજધાની મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું હતું. વર્લ્ડ કપ જીત્યાના પાંચ દિવસ બાદ પણ ખેલાડીઓમાં અને ચાહકોમાં આ જીતનો જશ્ન ઓછો થયો નથી.

ગૌતમ ગંભીર અને કેપ્ટન સિદ્ધિવિનાયકના શરણે 

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,જેમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપની ચમકતી ટ્રોફી સાથે ભગવાન ગણેશની મૂર્તિ સામે પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. આ ભક્તિમય મુલાકાત દરમિયાન બંનેએ ટ્રોફી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે, જેમાં ખેલાડીઓનો વિજય અને શ્રદ્ધાનો સંગમ સ્પષ્ટપણે દેખાય છે.

ICC T20 World Cup વિનર ટીમે હનુમાન મંદિરે લીધા હતા આશીર્વાદ

નોંધઅગાઉ નીય છે કે, T20 વર્લ્ડકપની ફાઈનલ જીત્યાના થોડા સમય બાદ જ હેડ કોચ અને કેપ્ટન અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન ટેકરી મંદિરે પહોંચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ અને તમામ મીડિયા વિધિઓ પતાવ્યા પછી ટીમ ઇન્ડિયાના સભ્યો પગપાળા જ મંદિર સુધી ગયા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.ભારતીય ટીમની આ જીત વર્ષોની મહેનતનું પરિણામ છે અને ખેલાડીઓ પોતાની આ સફળતાને ઈશ્વરની કૃપા માનીને અલગ-અલગ મંદિરોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો પણ ગંભીર અને સૂર્યાના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો –PAK Vs BAN: પાકિસ્તાની ખેલાડી લાઈવ મેચમાં ઈજાગ્રસ્ત થતાં સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *