T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમ તેની આગામી સુપર-8 મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ ગુરુવાર 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. એક ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજે આ મેચને લઈને એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે 250 રન બનાવશે.
આ ભવિષ્યવાણી બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અજય જાડેજાએ કરી હતી. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે ઝિમ્બાબ્વેના સમર્થનમાં લખ્યું છે કે “જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતશે, તો હું મારા બધા વાળ કપાવી નાખીશ અને અહીં પોસ્ટ કરીશ.”
અજય જાડેજાએ આપ્યો જવાબ
યુઝરને જવાબ આપતા અજય જાડેજાએ ભવિષ્યવાણી કરી. તેમને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “જો ભારત ઝિમ્બાબ્વે સામે પહેલા બેટિંગ કરે છે, તો 230 કે 250 રન બનાવશે. મારા ટ્વીટને માર્ક કરો.”
ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન બાદ ઝિમ્બાબ્વે સુપર 8માં પહોંચ્યું
ઝિમ્બાબ્વેની વાત કરીએ તો ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સુપર 8માં સ્થાન મેળવ્યું. ઝિમ્બાબ્વેએ ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમી હતી અને ત્રણેયમાં જીત મેળવી હતી. આયર્લેન્ડ સામેની તેમની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. સિકંદર રઝાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત સુપર 8ની પહેલી મેચ હારી ગયું
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ તેની પહેલી સુપર 8 મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 187/7 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા, ભારત 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ માટે શિવમ દુબેએ સૌથી વધુ ઈનિંગ રમી હતી, જેમાં 37 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રન સુધી પણ પહોંચી શક્યો ન હતો.
સુપર 8ની પહેલી મેચ હારી ગયું ઝિમ્બાબ્વે
T20 વર્લ્ડ કપ 2026ની 44મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને ખરાબ રીતે હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 107 રનથી મોટી જીત નોંધાવી. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેના બેટ્સમેન આ ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા. તેમની ટીમ 17.4 ઓવરમાં 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે આ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનો વિજય ક્રમ પણ તૂટી ગયો. આ વર્લ્ડકપમાં આ તેમની પહેલી હાર છે.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ
