'US-ઈઝરાયલ ગેરંટી આપે કે..', ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે યુદ્ધ રોકવાનો રસ્તો વડાપ્રધાન મોદીને જણાવ્યો

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


West Asia Crisis: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને શનિવારે 21 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધોની સાથે પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવ પર પણ ચર્ચા કરી હતી. રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાને પીએમ મોદીને કહ્યું હતું કે, ‘ઈરાને યુદ્ધની શરૂઆત કરી નથી, પરંતુ અમેરિકા અને ઈઝરાયલે કોઈપણ માન્ય કારણ વગર લશ્કરી હુમલા શરૂ કર્યા છે.’

ઈરાનમાં થયેલા નુકસાનનો વાતચીતમાં ઉલ્લેખ

પેજેશ્કિયાને કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ, અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને શાળાના બાળકો સહિત નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે અને જાહેર માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *