અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર આક્રમણ એટલેકે હુમલો કરી રહ્યા છે. આજે ત્રીજો દિવસ છે. મિ઼ડલ ઇસ્ટ ભડકે બળી રહ્યુ છે. ત્યારે આ બધા વચ્ચે ટ્રમ્પે કહ્યું છે કે ખામેનેઇ મને મારી નાંખે તે પહેલા જ મે તેને મારી નાંખ્યો. આ નિવેદન અમેરિકાની ગુપ્ત એજન્સીઓના તે દાવાને લઇને છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાનની સરકારે ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.આ યુદ્ધની અસર શેરબજાર, સોના ચાંદીમાં પડી છે. શેરબજાર લાલ ઘૂમ થઇ ગયુ છે જ્યારે સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે આ મામલે રિટાયર્ડ મેજર જનરલ પી કે સહગલ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે શું પડકાર જનક છે.
US-Israel-Iran War: ભારતીયોને સ્થળાંતરિંત કરવા એ સૌથી મોટો પડકાર,બોલ્યા રિટયર્ડ મેજર પી.કે સહગલ
📅 Published: March 2, 2026 |
📂 Category: national
