
Madan Dilawar Viral Statement Cow Milk : રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા દિલાવરે અજીબ દાવો કર્યો કે, ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ છીએ અને ભેંસના દૂધ પીવાથી બાળકો આળસુ બને છે.’ કોટા જિલ્લાના ખેડલી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું હતું.
