વિરમગામઃ વિરમગામ બહુચરાજી હાઇવે પર જુના પાધર ગામ પાસે 108 એમ્બ્યુલન્સને રવિવારે રાત્રે અકસ્માત નડતા એમ્બ્યુલન્સ માં એકા એક આગ ભભૂકી હતી.દરમ્યાનમાં 112 ટીમે તુરંત વિરમગામ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરી હતી.બનાવની જાણ થતા જ ફયર ટીમ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવી દીધી હતી.સદનસીબે મોટું નુકશાન તેમજ જાનહાની ટળી હતી.વધુ પ્રાપ્ત માહિતી મુજબ વીઠલાપુર થી ઇમરજન્સી એમ્બ્યુલન્સ દર્દીને રાત્રે વિરમગામ હોસ્પિટલ પોહચાડી પરત જઈ રહી હતી ત્યારે જુના પાધર પાસે ડીવાઈડર સાથે અકસ્માત સર્જાયો હતો.અને આગ ભભુકી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
