અમદાવાદ જિલ્લાના વિરમગામથી બહુચરાજી તરફ્ જતા હાઇવે માર્ગે જુના પાધર ગામ પાસે મકાઈની પ્રોસેસ કરી પ્રોડક્ટ્ તૈયાર કરતું મોટુ ઔધોગિક એકમ કાર્યરત છે. જે એકમનું પ્રદૂષિત પાણી તળાવ વરસાદી કેનાલ, ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરાતો હોવાથી સીમ વિસ્તારની ખેત જમીનો, ખેતીવાડીમાં મોટું નુકશાન થતુ હતુ. જેથી ઘણીવાર એકમમાં, સ્થાનિક તંત્રમા પ્રદૂષિત પાણીનો નિકાલ યોગ્ય કરવા જણાવ્યુ હતુ. તેમ છતાં એકમ દ્વારા ખેડૂતોની રજૂઆતો પરત્વે કોઈ ધ્યાન અપાતુ ન હતુ. જેથી ખેડુત પ્રકાશભાઈ ઠાકોરે સ્થાનિકથી લઈ ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરીયાદ કરી હતી. જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા ગત તા. 29મી જાન્યુઆરી રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ અહેવાલ અંગે બોર્ડે રોકેટ ઇન્ડિયા પ્રા. લિ. એકમ વિરૂદ્ધ પાણી અધિનિયમ 1974ની કલમ 33(અ) હેઠળ પંદર દિવસની અસરથી તાજેતરમાં બંધનો હુકમ ફ્ટકાર્યો હતો.
જેથી આ અંગે વધુ પ્રાપ્ત માહિતી મુજબ જીપીસીબીએ યુજીવીસીએલ વીજ કંપનીને ગત તા. 13મી ફેબ્રુઆરીએ વીજ જોડાણ કાપવા જણાવ્યું હતુ. જે અંગેની કામગીરી અમલવારી કરી વીજ કંપની દ્વારા તા. 5મી માર્ચે ખાનગી એકમનું એચ. ટી. વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યુ છે. જેના જોડાણ માટે ફ્રીવાર હુકમ ન મળે ત્યાં સુધી વીજ પ્રવાહ બંધ રખાશેની વિગત વીજ કંપનીના સુત્રોએ હાલ જણાવ્યુ છે. ત્યારે રજૂઆત કરનાર ખેડુત પ્રકાશભાઇએ એકમની મનમાની અંગે વાત કરતા જણાવ્યું હતું કે એકમમાંથી જુનો ખેતરમાં જવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વળી જે પ્રદૂષિત પાણી છોડતા હતા તે ગ્રામ તળાવ ઘણું મોટું છે. જેમાંથી ખેતી માટે તેમજ પશુઓ પણ પાણીનો ઉપયોગ કરતા હતા. એકમની બાજુમાંથી વરસાદી કેનાલ વહે છે. જે વિસ્તારના અન્ય ઘણા ગામની સીમમાંથી પસાર થાય છે. જેથી રાસાયણિક દુષીત પાણીથી ખેતરોમાં મોટુ નુકશાન થઈ રહ્યું છે. ઘણીવાર એકમના પ્રદૂષણની ગંધ ખાસ કરીને શિયાળામાં સ્થાનિક આસપાસ અને વિરમગામ સુધી ફેલાવવાની લોક રાવ ઉઠવા પામતી હોય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
