Viramgam: વિરમગામમાંથી જંબુસર પોલીસ મથક ગુનાના નાસતા ફરતા યુવાન અને યુવતી ઝડપાયા

📅 Published: March 17, 2026 | 📂 Category: gujarat-news

વિરમગામઃભરૂચના જંબુસર પોલીસ મથકમાં વર્ષ 2026માં નોંધાયેલ પ્રાણી સંરક્ષણ(સુધારા) અધિનિયમ સહિતની અન્ય કલમ હેઠળના ગુનામાં સંડોવાયેલા મહંમદ જાવિદ ઉર્ફે જાબિર ઈસ્માઈલભાઈ કુરેશી તથા ખાતુનબેન ઉર્ફે ખેરુંન ઈસ્માઈલભાઈ પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. જેઓ વિરમગામમાં રૈયાપુર દરવાજા અંદર પટેલના ડેલા વિસ્તારમાં હોવાની બાતમી શહેર પોલીસને મળતા રવિવારે પોલીસ વિસ્તારમાં પહોંચી હતી.મહંમદ મુજકકિર નામના એક વ્યક્તિના ઘર ઓટલા પર બેઠેલા મહંમદ જાવીદ અને ખાતુનબેન રહેવાસી જંબુસરને ઝડપી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *