વિરમગામ : વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા તરફ્ જતા મુખ્ય માર્ગને અડોઅડ બંને બાજુ શાકભાજી,ફ્રૂટ પાથરણા સહિત ખાણીપીણી અને અન્ય ચીજવસ્તુઓની ગીચ રેકડી બજાર સવારથી મોડી સાંજ સુધી ભરાય છે. જેમાં અવાળા પાસે કોમ્પલેક્ષ સામે મુખ્ય માર્ગને અડીને વીજ ડીપીની બાજુમાં જ એક કેબિનમાં રેકડી પર ભજીયા નાસ્તાનો વ્યવસાય ચાલે છે. જેમાં બુધવારે રાત્રે ધંધો બંધ કરી ગયા બાદ મોડે કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી હતી. જેમાં રાંધણ ગેસનું સિલિન્ડર આગની ઝપેટમાં આવતા અગનજ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સિલિન્ડર ધડાકાભેર ફટયું હતુ. જેથી નજીકમાં રહેતા લોકોમાં અફ્રાતફ્રી મચી જવા પામી હતી. ગેસ બોટલ ફટતાં કેબિનના પતરા, રેકડીના ફુરચા થયા હતા. એટલું જ નહીં પતરા ઉડીને નજીકની બંધ દુકાનના મેળા પર પડયા હતા. આગમાં એક કેબિન અને બે લારી ઝપેટમાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા પાલિકાની ફાયર ટીમે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બનાવ લોકોની ભીડ સમય પછી રાત્રીના સુમસામ સમયમાં ઘટતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
