અમદાવાદ જિલ્લા એલસીબી પોલીસે બાતમી મળતા વિરમગામ તાલુકાના સચાણા ગામ પાસે કડી તરફ્થી આવતા માર્ગ પર આવેલા વૃધ્ધાશ્રામ પાસે બુધવારે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક લક્ઝયુરસ કાર નંબર પ્લેટ વગરની મળી આવી હતી. જેના ચાલકે પોલીસને જોતા વાહન નહીં થોભાવી હંકારી જતા પોલીસ ટીમે પીછો શરૂ કર્યો હતો. વાહન ચાલક આગળ સીમ માર્ગમાં જવાના માર્ગે વાહન મુકી ભાગી ગયો હતો. ટીમે પહોંચીને વાહન તપાસતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વાહન કબજે કરી તપાસ શરૂ કરી હતી. ચાલક કડી તાલુકાના વરખડિયા ગામનો અજય ગાભાજી ઠાકોર હોવાની ઓળખ થઈ હતી. જેથી પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. વાહનમાંથી કુલ 1430 નંગ વ્હિસ્કી,બિયર ટીનનો કુલ 5,68,464 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે દસ લાખ કિંમતનું વાહન મળી કુલ 15,68,464નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
