જૂનાગઢ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે, બીજી તરફ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહી શકે છે, તો આગામી સમયમાં હજી પણ ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ભારે ગરમીનો કહેર શરૂ
સૌથી વધુ રાજકોટમાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે, વડોદરામાં પારો 41.0 ડિગ્રી સુધી પહોંચ્યો છે ગરમીનો પારો,સુરતમાં તાપમાન 40.2 ડિગ્રી નોંધાયુ તાપમાન, ભાવનગરમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પહોંચ્યો, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું, દ્વારકામાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી 90 દિવસ હીટવેવ અને ગરમી રહેશે : IMD
IMDની આગાહી સામે આવી છે, જેમાં મેદાની પ્રદેશો, અંતરિયાળ વિસ્તારોમાં ગરમી પડશે અને 90 દિવસમાં લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી શકે છે, માર્ચમાં વરસાદ પડશે અને દેશના મોટાભાગના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે સાથે સાથે ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે, માર્ચમાં ગુજરાતમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેશે અને આંધ્રપ્રદેશના જુદાજુદા વિસ્તારોમાં પણ હીટવેવ રહેશે.
વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ગુજરાતમાં જોવા મળ્યું
વાતાવરણીય પરિબળોનું મિશ્રણ ઉનાળાના અકાળ આગમનમાં ફાળો આપી રહ્યું છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે 4 થી 6 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે, પરંતુ તેની અસર ઓછી રહેશે.
પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર
બીજી તરફ પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાઈ શકે છે. Jammu and Kashmir, Himachal Pradesh અને Uttarakhand માં આગામી દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને ઠંડીમાં થોડો વધારો પણ અનુભવાઈ શકે છે.
