અંજારમાં એક બેકાબુ ટેમ્પો વર્ષામેડી સર્કલ નજીક આવેલી ઓટો ગેરેજની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં છથી સાત નાના-મોટા વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. કચ્છના અંજાર શહેરમાં પુરપાટ ઝડપે જઈ રહેલો આ ટેમ્પો બેકાબુ બન્યો હતો. તે વર્ષામેડી સર્કલ પાસેની ઓટો ગેરેજની દુકાનમાં ધસી જતાં ત્યાં પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થયા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં ટેમ્પોની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તારણ કાઢ્યું છે. અંજાર ટ્રાફિક પોલીસના દિનેશભાઈએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ 10:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. 112 હેલ્પલાઈન પર જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.
અંજારમાં બેકાબુ ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો:પાર્ક કરેલા છથી સાત વાહનોને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી; પોલીસે તપાસ હાથ ધરી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
