
Ambaji News: બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 20થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે.
