અદાણી ફાઉન્ડેશનના સહકારથી શુકલતીર્થનું PHC સશક્ત બન્યું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં થયું છે. અદાણી ફઉન્ડેશન દ્વારા HBA 1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે.

આ મશીન એવું છે કે એના દ્વારા 98 પ્રકારના લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસના દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે.

ગતવર્ષે ભરૂચ જીલ્લામાં નર્મદા નદીના કાંઠાના ગામોમાં પૂર આવ્યું હતું, એ સમયે અદાણી ફઉન્ડેશન, દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) શ્રી ડૉ.જે. એસ. દુલેરાએ યાદ કરી હતી. ડૉ.દુલારાએ શુકલતીર્થ પીએચસીને આપેલા મશીનરીના સહયોગ માટે વિસ્તારના લોકો અને આરોગ્ય વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો. અદાણી ફઉન્ડેશન લોકોના આરોગ્ય માટે CHC અને PHC ના વિકાસ માટે હર હમેશા કટિબધ્ધ છે.

મશીનરીના અભાવે દર્દીઓ લોહીના રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફ્થી એક વિનંતી અદાણી ફઉન્ડેશનને મળી હતી. આ પ્રસગે અદાણી ફઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડપંક્તિબેન શાહ, ભરુચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે. એસ. દુલેરા, ભરુચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલસિંહ, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા, મેડિકલ ઓફ્સિર ડૉ.સીમા મગરવાળા, એએમઓ ડૉ.હેતલબેન ચૌહાણ, શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *