અધિકારીઓ દ્વારા સ્થિતિનો તાગ લેવાયો:વલસાડમાં રિસર્ફેસિંગ કામોનું નિરીક્ષણ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વલસાડ પાલિકાને ચોમાસામાં નીચાણવાળા સહિતના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા એક કરોડની ગ્રાન્ટના કામોમાં વિલંબ બાદ કામો શરૂ કરાતા પ્રાદેશિક કમિશનર અને તેમની સાથે કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે વલસાડમાં સોમવારે ધામો નાંખી કામગીરી અને વિવિધ સ્થળોએ અન્ય રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને વધુ કામો માટે ખૂટતી ગ્રાન્ટની દરખાસ્ત થતાં અધિકારીઓ અત્રે સ્થિતિ જાણવા માટે આવી પહોંચ્યા હતા. વલસાડમાં કમોસમી વરસાદના કારણે ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે સરકારે ફાળ‌વેલી ગ્રાન્ટ હેઠળના કામો અટકી પડ્યા હતા.જેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે વલસાડ શહેરના સ્ટેશન રોડ,તડકેશ્વર રોડ,અબ્રામા રોડ,હાલર રોડ સહિતના મુખ્ય માર્ગો પણ ઠેર ઠેર ખરાબ થઇ જતાં પાલિકાને વધુ ગ્રાન્ટની આવશ્યકતા સામે આવી છે. જેને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનૈયા,પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને કારોબારી ચેરમેન આશિષ દેસાઇ સહિત મુખ્ય હોદ્દેદારો સાથે રસ્તા અંગેના પરામર્શ બાદ રાજ્ય સરકાર સમક્ષ વધુ ગ્રાન્ટની દરખાસ્ત મોકલી દેવામાં આવતાં હાલે રિસર્ફેસિંગની કામગીરી અને અન્ય માર્ગોની સ્થિતિનો તાગ લેવા સુરત વિભાગ મ્યુનિસિપાલિટી પ્રાદેશિક કમિશનર એસ.વી.વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહ ચૌહાણે રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુદ્દે સીઓ કોમલ ધાનૈયા ચીફ ઇજનેર નગમા મોદી,સિટી ઇજનેર હિતેશ પટેલ પણ સાથે ચર્ચા થઈ હતા.નિરીક્ષણ બાદ નગરપાલિકાની હાલની કામગીરી પ્રત્યે પ્રાદેશિક કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો. ડ્રેેનેજ ચેમ્બરોના લેવલની સૂચના
પ્રાદેશિક કમિશનરે પાલિકાના ઇજનેરોને વલસાડમાં નવા રસ્તા બનાવવામાં આવે તે પહેલા ડ્રેનેજ લાઇનના જે ચેમ્બરો ઉંચાઇએ છે તેનું રોડ સાથે લેવલિંગ કરવાની સૂચના આપી છે. કમિશનર વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહે મુખ્યમાર્ગ સ્ટેશન રોડ પર સફેદ પટ્ટાની લાઇનદોરી કરવા જણાવ્યું છે.જૂની લાઇનદોરી ઘસારાથી નાબૂદ થઇ જતાં અધિકારીઓએ આ કામગીરી પર ભાર મૂક્યો હતો.> હિતોશ પટેલ, સિટી ઇજનેર,નગરપાલિકા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *