
Ahmedabad Accident: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાડલી ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય વેદાંત મોદી તરીકે થઈ છે, જે થલતેજ વિસ્તારની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો હતો.
બેફામ CNG ગાડીએ લીધો જીવ
મળતી માહિતી મુજબ, શનિવારે (13 ડિસેમ્બર) વેદાંત મોદી પોતાનું એક્ટિવા (નંબર: GJ 01 UA 5863) લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
