અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized

Ahmedabad Gulabi tekra Accident News : અમદાવાદના ગુલબાઈ ટેકરા ત્રણ રસ્તા પાસે ગઈકાલે સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે આવતા એક અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે અન્ય ટુ-વ્હીલરને ટક્કર મારતા 54 વર્ષીય રાજનકુમાર શાહનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય રાજનકુમાર અશ્વિનભાઈ શાહ મંગળવાર, 06 જાન્યુઆરી, 2026ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે પોતાનું ટુ વ્હીલર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે ગુલબાઈ ટેકરા ત્રણ રસ્તા પાસે આવેલા ગોયલ ટાવર સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે પોતાનું વાહન બેદરકારી અને પૂરઝડપે હંકારી રાજનકુમારની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *