
Ahmedabad News: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી નજીક આવેલા પાન પાર્લર પર ગ્રાહકો વચ્ચે ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઝઘડામાં આરોપીઓએ સોડાની ખાલી બોટલો ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે વાડજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડમાં સૌથી મહત્ત્વનું એ છે કે, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

